વલસાડના ધરમપુર ખાતે મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી સંપન્ન
વલસાડના ધરમપુર ખાતે મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી સંપન્ન
Published on: 03rd October, 2026

ધરમપુર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે ધરમપુર ગાંધીબાગ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિકાસ કાર્યોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓને સન્માનિત કરાયા હતા. ઉપસ્થિતોએ સ્વચ્છતા સંકલ્પ લીધો હતો. ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ અને અમિત ચૌરેરાએ ગાંધીજીના વિચારો રજૂ કર્યા. પાલિકાના અધિકારીઓ અને અગ્રણીઓએ ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી. ગાંધીબાગ સહિત આસપાસના વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરાયું. ડૉ. નીલમભાઇ પટેલ દ્વારા ગાંધીજીના વિચારો પર પ્રદર્શન યોજાયું.