ધરમપુર-વલસાડ હાઈવે પર મસમોટા ખાડાની મરામત
ધરમપુર-વલસાડ હાઈવે પર મસમોટા ખાડાની મરામત
Published on: 03rd August, 2026

ધરમપુર તાલુકામાં થયેલ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત થયેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને, ધરમપુર-વલસાડ હાઈવે પર જકાતનાકા નજીકના નાળા પાસે પડેલા મોટા ખાડા અંગે 'સંદેશ'માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ, તંત્ર દ્વારા આ ખાડાનું સમારકામ કરવામાં આવ્યું છે, જેનાથી વાહનચાલકોમાં ખુશીની લાગણી છે.