ઝિમ્બાબ્વે સામે વૈભવ સૂર્યવંશીનું તોફાન
ઝિમ્બાબ્વે સામે વૈભવ સૂર્યવંશીનું તોફાન
Published on: 26th July, 2026

India Vs Zimbabwe 3rd T20 માં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વેના બોલરો સામે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે માત્ર 31 બોલમાં આંતરરાષ્ટ્રીય T20 કરિયરની બીજી અર્ધસદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી. આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ઈનિંગ્સની શરૂઆત ખરાબ રહી, ઓપનર અભિષેક શર્મા સસ્તામાં આઉટ થયો. જોકે, વૈભવે તોફાની બેટિંગ કરતા 49 બોલમાં 81 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા.