ભાજપ સાંસદની પુત્રીએ ધર્મેન્દ્ર પ્રધાન અંગે પોસ્ટ કરતાં ખળભળાટ
ભાજપ સાંસદની પુત્રીએ ધર્મેન્દ્ર પ્રધાન અંગે પોસ્ટ કરતાં ખળભળાટ
Published on: 26th July, 2026

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભુવનેશ્વરના ભાજપ સાંસદ અપરાજિતા સારંગીની પુત્રી અર્ચિતા સચિન રાહરની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી છે. રાહરે ધર્મેન્દ્ર પ્રધાનની તસવીર શેર કરી તેમના રાજીનામા પર ટિપ્પણી કરી હતી, જે ઓડિશા ભાજપના અનેક નેતાઓને નારાજ કરી ગઈ. પાર્ટી અનુશાસનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. બીજી પોસ્ટમાં પણ પોતાનું વલણ ન બદલવાની વાત કહી, પરંતુ બાદમાં તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયું. સાંસદના કાર્યાલયે જણાવ્યું કે દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે.