વડોદરા ગણેશ વિસર્જન યાત્રા સમયે મકાનમાં આગ,
વડોદરા ગણેશ વિસર્જન યાત્રા સમયે મકાનમાં આગ,
Published on: 26th September, 2026

વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન એક રહેણાંક મકાનના ત્રીજા માળે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કર્યા હતા. ફાયરબ્રિગેડની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીને પગલે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે મકાનને મોટું નુકસાન થયું છે.