વડોદરાના ડભોઈની ઢાઢર નદીના પૂરથી 10 ગામોમાં તારાજી
વડોદરાના ડભોઈની ઢાઢર નદીના પૂરથી 10 ગામોમાં તારાજી
Published on: 03rd August, 2026

વડોદરાના ડભોઈ તાલુકામાં થયેલા અતિવૃષ્ટિના કારણે ઢાઢર નદીમાં આવેલા પૂરથી લગભગ 10 ગામોમાં વ્યાપક નુકસાન થયું છે. આશરે 600 વીઘા જમીન પરનો મરચી, કપાસ અને શાકભાજીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતોનો આરોપ છે કે દેવ ડેમમાંથી જાણ કર્યા વિના જ પાણી છોડવામાં આવતા તેમને પાક બચાવવાનો સમય મળ્યો નથી. છેલ્લા ત્રણ વર્ષથી આવી જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.