વડોદરાના સાવલીમાં ST બસની અવ્યવસ્થા સામે વિદ્યાર્થી અને નોકરિયાતોનો ચક્કાજામ
વડોદરાના સાવલીમાં ST બસની અવ્યવસ્થા સામે વિદ્યાર્થી અને નોકરિયાતોનો ચક્કાજામ
Published on: 07th August, 2026

સાવલી તાલુકામાં ST બસોની અપૂરતી સુવિધા અને ભીડભાડને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાતોમાં ભારે રોષ જોવા મળ્યો. વડોદરા-સાવલી-ઉદ્દલપુર-ગોધરા રૂટ પર ક્ષમતા કરતાં વધુ મુસાફરો મુસાફરી કરતા હોવાના આક્ષેપ સાથે, મુસાફરોએ બસ રોકી ચક્કાજામ કર્યો. એક બસમાં 140 જેટલા મુસાફરો ઘેટા-બકરાની જેમ મુસાફરી કરી રહ્યા છે. રજૂઆતો છતાં પરિણામ ન મળતાં ફરી આંદોલન થયું. પોલીસે મામલો થાળે પાડ્યો. મુસાફરોએ વધુ બસો અને સમયસર સેવા માટે માંગ કરી છે, નહિંતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.