પાવગઢમાં અમદાવાદ પાર્સિંગની કારમાંથી યુવક-યુવતીની લાશ મળતાં ખળભળાટ, તંત્રમાં દોડધામ
પાવગઢમાં અમદાવાદ પાર્સિંગની કારમાંથી યુવક-યુવતીની લાશ મળતાં ખળભળાટ, તંત્રમાં દોડધામ
Published on: 29th June, 2025

પંચમહાલના યાત્રાધામ પાવાગઢની તળેટીમાં જીપ પાર્કિંગ વિસ્તારમાં એક Innova કારમાંથી યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવ્યા. GJ 27 સીરિઝની આ અમદાવાદ પાસિંગ કાર માંચી જવાના રસ્તા પાસે પાર્ક કરેલી હતી. સ્થાનિકોએ કાર ચાલુ અને AC ચાલુ હાલતમાં જોઇ હતી. બીજા દિવસે પણ કાર ત્યાં જ હોવાથી શંકા ગઇ અને લોકો ભેગા થઇ ગયા. પોલીસ તપાસ ચાલુ છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.