રાજધાની એક્સપ્રેસના બે કોચમાં આગ, રેલ માર્ગ પ્રભાવિત.
રાજધાની એક્સપ્રેસના બે કોચમાં આગ, રેલ માર્ગ પ્રભાવિત.
Published on: 17th May, 2026

ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ (12431) ના બે કોચમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના મધ્યપ્રદેશના રતલામ પાસે બની હતી, જેના કારણે દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પ્રભાવિત થયો છે. બી-1 કોચમાં સવારે લૂણી-વિક્રમગઢ વચ્ચે આગ લાગી હતી. ગાર્ડે તરત જ લોકો પાયલટને જાણ કરતા ટ્રેન રોકવામાં આવી અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. આગથી થર્ડ AC બળીને ખાખ થયો.