ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો
ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો
Published on: 17th May, 2026

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૩ સુધીનો વધારો થતા ભારતીય રાઇડ-કંપનીઓ, ઇ-કોમર્સ અને ક્વિક-કોમર્સ ક્ષેત્રની કંપનીઓ વધતા લોજિસ્ટિક્સ અને ડિલિવરી ખર્ચ વધારવા માટે તૈયારી કરી રહી છે. નફાના માર્જિન પર અસર પડવાની ચિંતા ઊભી થતા ટ્રક ઓપરેટરો તથા લોજિસ્ટિક કંપનીઓએ નૂર દરમાં વધારો કરવાની હિલચાલ શરૂ કરી છે. દેશભરના ટ્રક ઓપરેટરો તથા લોજિસ્ટિક કંપનીઓ દ્વારા ભાડાંના દરમાં ૩થી ૪ ટકા વધારો થવાની સંભાવના છે. CNGના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂ. ૨ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.