વડોદરાનું માંજલપુર મુક્તિધામની ગેસ ચિતા એક મહિનાથી બંધ
વડોદરાનું માંજલપુર મુક્તિધામની ગેસ ચિતા એક મહિનાથી બંધ
Published on: 04th October, 2026

શહેરમાં પર્યાવરણ બચાવવાના પ્રયાસો વચ્ચે, માંજલપુર મુક્તિધામની પર્યાવરણને અનુકૂળ ગેસ ચિતા છેલ્લા એક મહિનાથી બંધ છે. જાગૃત નાગરિકોએ આ અંગે ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આક્ષેપ કર્યો છે. મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરતાં જણાવ્યું કે સ્મશાનો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સંચાલિત હોવા છતાં સુવિધાઓની દેખરેખ કોર્પોરેશનની જવાબદારી છે. માંજલપુરની ગેસ ચિતા મંગલેશ્વર મહાદેવ જલારામબાપા ટ્રસ્ટ દ્વારા અપાઈ છે, જેની સંભાળ રાખવામાં કોર્પોરેશન નિષ્ફળ ગયું છે. ચોમાસામાં લાકડાં ભીના હોવાની સમસ્યા સમયે ગેસ ચિતા વિકલ્પ બની શકે છે, પણ હાલમાં બંધ હોવાથી લોકોને મુશ્કેલી પડે છે.