પૂર્વ વિકેટકીપરની ટીમ ઈન્ડિયાને સલાહ: વૈભવ સૂર્યવંશી સાથે સ્પષ્ટ વાત કરો
પૂર્વ વિકેટકીપરની ટીમ ઈન્ડિયાને સલાહ: વૈભવ સૂર્યવંશી સાથે સ્પષ્ટ વાત કરો
Published on: 04th July, 2026

૧૫ વર્ષના પ્રતિભાશાળી ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે, પરંતુ તેના ડેબ્યૂની રાહ જોવાઈ રહી છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં તેને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી. પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટને સલાહ આપી છે કે વૈભવ હજી ખૂબ નાનો છે, તેથી તેની સાથે સ્પષ્ટ વાતચીત કરવી જરૂરી છે. હાલમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન જેવા સિનિયર ખેલાડીઓ આગળ હોવાથી ટીમમાં કોઈ જગ્યા ખાલી નથી, અને આ વાત તેને પ્રેમથી સમજાવવી જોઈએ.