મોદી કેબિનેટ વિસ્તરણ: અધિકારીઓને મંત્રી પદ મળવાની તૈયારી
મોદી કેબિનેટ વિસ્તરણ: અધિકારીઓને મંત્રી પદ મળવાની તૈયારી
Published on: 04th July, 2026

મોદી કેબિનેટના વિસ્તરણમાં અનુભવી નિવૃત્ત અમલદારોને મહત્વની જવાબદારીઓ મળવાની અટકળો છે. 'પર્ફોર્મન્સ' અને 'લોયલ્ટી' પર ખરા ઉતરતા અધિકારીઓને પીએમ મોદી જલ્દી નિવૃત્ત થવા દેતા નથી. આ કારણે કેટલાક મોટા અધિકારીઓના નામ મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. સૂત્રો અનુસાર, શક્તિકાંત દાસ અને તપન ડેકા જેવા ઉચ્ચ અધિકારીઓના નામ સૌથી વધુ ચર્ચામાં છે. અગાઉ પણ આવા પ્રયોગો થયા છે, પરંતુ મોદી સરકારમાં આ એક વ્યવસ્થિત માળખું બન્યું છે.