તેલંગણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ : 12નાં મોત, 34ને ઈજા
તેલંગણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ : 12નાં મોત, 34ને ઈજા
Published on: 01st July, 2025

હૈદરાબાદના સંગારેડ્ડી જિલ્લામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં રિએક્ટરમાં વિસ્ફોટ બાદ ભયાનક આગ ફાટી નીકળતા 12 મજૂરોના મૃત્યુ થયા અને 34 થી વધુ ઘાયલ થયા છે. વિસ્ફોટથી કેટલાક મજૂરો 300 ફૂટ દૂર ફંગોળાયા હતા. ફાયર વિભાગે ૧૫ ગાડીઓ સાથે આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો. મૃતકોની સંખ્યા વધે તેવી શક્યતા છે. આસપાસની ઈમારતોને પણ નુકસાન થયું, જેથી આખો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. આગનું કારણ રિએક્ટરમાં થયેલી ખામીને ગણવામાં આવે છે અને વધુ તપાસ ચાલુ છે.