તામિલનાડુના શિવકાશીની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ: અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત, 5ની હાલત ગંભીર; રેસ્ક્યૂ શરૂ
Published on: 01st July, 2025
તામિલનાડુના શિવકાશીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી ઓછામાં ઓછા 4 લોકો મૃત્યુ પામ્યા છે અને 5 ગંભીર રીતે દાઝી ગયા છે. હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની શક્યતા છે અને બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને વિરધુનગર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વિરુધુનગર જિલ્લાના SP કન્નને જણાવ્યું કે આ વિસ્ફોટ ચિન્નામકમ્પટ્ટી ગામમાં થયો હતો. બીજી ઘટનામાં, તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી મૃત્યુઆંક વધીને 34 થયો છે. આ અકસ્માત સિગાચી ઇન્ડસ્ટ્રીઝમાં થયો હતો અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Published at: July 01, 2025
Read More at દિવ્ય ભાસ્કર