સુરતના રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત પહેલાં પિતાને વીડિયો કોલ
સુરતના રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત પહેલાં પિતાને વીડિયો કોલ
Published on: 26th September, 2026

સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર યોગેન પ્રજાપતિએ મેડિકલ નાઈફથી પોતાના બંને હાથની નસ કાપી આપઘાત કર્યો. મૃત્યુ સમયે તેમની વ્યસન મુક્તિની સારવાર ચાલતી હતી. પિતા દિલીપ પ્રજાપતિએ પુત્રની હત્યા અથવા ઊંડા રહસ્યનો આક્ષેપ કર્યો છે. આપઘાત પહેલાં ડો. યોગેને પિતા સાથે વીડિયો કોલમાં વાત કરી હતી, જેમાં તેમના 5 મહિનાના દીકરાએ પણ દાદા સાથે વાત કરી. પિતાએ પુત્રના હાથ પર થયેલા ઊંડા ઘા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.