ઈથેનોલ નહીં, આ છે ખાંડ મોંઘી થવાના સાચા કારણો: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
ઈથેનોલ નહીં, આ છે ખાંડ મોંઘી થવાના સાચા કારણો: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
Published on: 21st August, 2026

તહેવારોની સિઝન વચ્ચે ખાંડના ભાવમાં થયેલા વધારા અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. સરકાર મુજબ, ખાંડના ભાવ વધારા માટે ઇથેનોલને જવાબદાર ગણી શકાય નહીં. વિપક્ષના દાવાઓથી વિપરીત, ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીનો વપરાશ ઘટ્યો છે. દેશમાં બનતા ઇથેનોલનો મોટાભાગનો હિસ્સો હવે અનાજમાંથી બને છે. ખાંડના ભાવ વધારા પાછળ ઓછું સ્થાનિક ઉત્પાદન, તહેવારોની સીઝનમાં વધતી માંગ, હવામાન, વૈશ્વિક પુરવઠાની અછત અને સટ્ટાખોરી જેવા અનેક પરિબળો જવાબદાર છે.