ભારતમાં સ્ટીલની માગમાં વૃદ્ધિ
ભારતમાં ૨૦૨૬માં સ્ટીલની માગ ૮% વધી ૧૭૨૪ લાખ ટન થવાનો અંદાજ છે, જે ૨૦૨૭માં ૧૮૬૨ લાખ ટન સુધી પહોંચી શકે છે. આ વૃદ્ધિ ઈન્ફ્રાસ્ટ્રકચર, રિઅલ એસ્ટેટ, મેન્યુફેકચરીંગ અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટોને કારણે છે. તેનાથી વિપરીત, ચીનમાં પ્રોપર્ટી બજારની મંદી અને વૈશ્વિક પરિબળોને કારણે સ્ટીલની માગ ઘટી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતમાં સ્ટીલ વપરાશમાં ૭.૫૦% વૃદ્ધિ નોંધાઈ છે.
