ભારત અને ચીન પર 100% ટેરિફ ન લગાવવા પાછળ ટ્રમ્પનું કારણ આવ્યું સામે
રશિયા પાસેથી ઓઈલ-ગેસ ખરીદવા બદલ ભારત અને ચીન પર પ્રતિબંધો લગાવવાની અમેરિકાની યોજના હતી. અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે સ્વીકાર્યું કે યુરોપિયન દેશોએ ભારત-ચીન પર 'સેકન્ડરી સેંક્શન્સ' લગાવવાના અમેરિકી પ્રસ્તાવને ફગાવી દીધો હતો. યુરોપના સહકાર વિના એકલા અમેરિકા પર આર્થિક બોજ ન ઉઠાવવાની વાત કહી, જ્યારે યુરોપ પોતે રશિયન ઊર્જાનો મોટો ઉપયોગ કરી રહ્યું છે.
