2027માં ભારત જાપાન અને બ્રિટનને પાછળ છોડશે!
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના અહેવાલ મુજબ, ભારત 2029માં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે, જે અગાઉ 2028માં અપેક્ષિત હતું. ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે આ વિલંબ થઈ રહ્યો છે. જોકે, 2027 સુધીમાં ભારત જાપાન અને બ્રિટનને પાછળ છોડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે.
