મુંબઈના વડાલા-કાસારવડવલી મેટ્રો-4 કારશેડ માટે મેન્ગ્રોવ્ઝ જમીન હસ્તાંતરણને મંજૂરી
મુંબઈના વડાલા-કાસારવડવલી મેટ્રો-4 કારશેડ માટે મેન્ગ્રોવ્ઝ જમીન હસ્તાંતરણને મંજૂરી
Published on: 01st July, 2026

વડાલા-થાણે-કાસારવડવલી-ગાયમુખ મેટ્રો-4 અને 4એ રૂટના કારશેડ માટે મોઘરપાડા ખાતે 0.39 હેકટર મેનગ્રોવ્ઝ વનક્ષેત્ર MMRDA ને હસ્તાંતરિત કરવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય મંત્રાલયની મંજૂરી બાદ, જરૂરી શરતો પૂરી થતાં અંતિમ મંજૂરી મળી છે, જેથી મેટ્રો કારશેડ તરફ જતો રસ્તો અને સ્પર લાઈન બાંધકામનો માર્ગ મોકળો થયો છે. આ જમીન ભૂસંપાદન પ્રક્રિયા બાદ MMRDA વાપરશે. ઓગસ્ટ 2026 સુધીમાં આ રૂટ શરૂ થવાની શક્યતા છે.