રિઝર્વ બેન્ક બોન્ડ જારી કરીને બજારમાંથી ₹૧ લાખ કરોડની લિક્વિડિટી પાછી ખેંચશે
રિઝર્વ બેન્ક બોન્ડ જારી કરીને બજારમાંથી ₹૧ લાખ કરોડની લિક્વિડિટી પાછી ખેંચશે
Published on: 13th September, 2026

ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેન્ક) FCNR-B ડીપોઝિટ સ્કીમને કારણે દેશની નાણાં વ્યવસ્થામાં ઊભી થયેલી અભૂતપૂર્વ લિક્વિડિટીના સંચાલન માટે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) રૂપિયા એક લાખ કરોડના સરકારી બોન્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે. આ લિક્વિડિટી ઓપન માર્કટ ઓપરેશન (OMO) મારફત પાછી ખેંચવામાં આવશે. ૧૭, ૨૧ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ જારી થનારા આ બોન્ડ ત્રણથી પાંચ વર્ષની મુદતના રહેશે. FCNR-B સ્કીમ હેઠળ બેન્કોએ ૧૨૭ અબજ ડોલર ઊભા કર્યા છે, જેના કારણે નાણાં વ્યવસ્થામાં જંગી લિક્વિડિટી ઊભી થઈ છે.