રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા
Published on: 16th May, 2026

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકે દેશમાં એનબીએફસી  પર પોતાની પકડ વધુ કડક બનાવી છે, એક જ ઝાટકે ૧૫૦ એનબીએફસીના નોંધણી પ્રમાણપત્રો રદ કર્યા છે. કેન્દ્રીય બેંક દ્વારા આ કડક કાર્યવાહી RBI અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫-IA (૬) હેઠળ કરવામાં આવી છે.આ કાર્યવાહીનો અર્થ એ છે કે આ કંપનીઓ હવે કોઈપણ નાણાકીય વ્યવસાય અથવા ધિરાણ વ્યવસાય કરી શકશે નહીં. વધુમાં, સાત અન્ય કંપનીઓએ સ્વેચ્છાએ તેમના લાઇસન્સ પરત કર્યા છે. આ પછી, તેમના નોંધણી પણ રદ કરવામાં આવ્યા હતા.