PM CARES ફંડમાં દાન ઘટ્યું, પણ બેલેન્સ રેકોર્ડ સ્તરે
PM CARES ફંડમાં દાન ઘટ્યું, પણ બેલેન્સ રેકોર્ડ સ્તરે
Published on: 19th August, 2026

PM CARES Fund માં વર્ષ 2024-25 દરમિયાન દાન ₹479.96 કરોડ રહ્યું, જે ઘરેલુ ₹479.04 કરોડ અને વિદેશી ₹92 લાખ છે. દાન ઘટવા છતાં, ખર્ચ ઘટીને માત્ર ₹87.85 લાખ થતાં ફંડનું બેલેન્સ ₹8452.06 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. વ્યાજ અને પરત મળેલી રકમથી આવક વધી છે. ફંડનો ખર્ચ છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો રહ્યો છે, જેમાં 'PM Cares for Children' યોજના પર ₹87.84 લાખ ખર્ચાયા છે. આ બેલેન્સ અગાઉના વર્ષ કરતાં 17.83% વધુ છે.