વિરાટ કોહલીની સલાહે પી વી સિંધુની જિંદગી બદલી, 'તે મારા ભાઈ જેવા છે'
વિરાટ કોહલીની સલાહે પી વી સિંધુની જિંદગી બદલી, 'તે મારા ભાઈ જેવા છે'
Published on: 19th August, 2026

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુએ ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલી સાથેના પોતાના ખાસ સંબંધો વિશે ખુલાસો કર્યો છે, જેને તે પોતાના ભાઈ સમાન માને છે. કરિયરના મુશ્કેલ સમયમાં, જ્યારે સિંધુ નિરાશ હતી, ત્યારે કોહલીએ તેને ફક્ત પોતાની રમત રમવાની સલાહ આપી હતી. RCB પોડકાસ્ટમાં વાત કરતા, સિંધુએ કહ્યું કે કોહલીની આ સલાહે તેનો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાખ્યો. તે હંમેશા જીત બાદ કોહલી સાથે પોતાની ખુશી શેર કરે છે.