NEET-UG 2026: રિ-ટેસ્ટમાં એરફોર્સની મદદ લેવાશે?
NEET-UG 2026: રિ-ટેસ્ટમાં એરફોર્સની મદદ લેવાશે?
Published on: 29th May, 2026

NEET-UG 2026ની મૂળ પરીક્ષામાં પેપર લીક થયા બાદ સરકારે આગામી 21 જૂને યોજાનારી પુનઃ-પરીક્ષા માટે સુરક્ષા પ્રોટોકોલ મજબૂત બનાવવાનું નક્કી કર્યું છે. આ સંદર્ભમાં, સૂત્રો અનુસાર પ્રશ્નપત્રોને છાપખાનાથી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ઈન્ડિયન એર ફોર્સની મદદ લેવા બાબતે વિચારણા ચાલી રહી છે.  હાઈ-લેવલ બેઠક: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા.