આસામમાં NDAને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય
આસામમાં NDAને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય
Published on: 05th May, 2026

શાસક પક્ષે સળંગ ત્રીજી ટર્મ માટે સત્તા મેળવી. ભાજપને 82 બેઠકો મળી, સહયોગી પક્ષોને 10-10 બેઠક મળી, કોંગ્રેસને 21 જ બેઠક મળી. આસામમાં શાસક પક્ષ NDAએ બે તૃતિયાંશ બહુમતીથી સત્તા મેળવી છે. આસામની વિધાનસભામાં કુલ ૧૨૬ બેઠકમાંથી ૧૦૧ બેઠક NDAએ જીતી છે. અસોમ ગણપરિષદને ૧૦ બેઠક મળી છે. આસામના CM હિમન્તા બિસ્વાએ સળંગ છઠ્ઠી વખત ચૂંટણી જીતી છે.