નવસારીના ગણદેવી સોશિયલ ગ્રૂપ દ્વારા પૂરપીડિતોને કરિયાણા કિટનું વિતરણ
નવસારીના ગણદેવી સોશિયલ ગ્રૂપ દ્વારા પૂરપીડિતોને કરિયાણા કિટનું વિતરણ
Published on: 03rd August, 2026

ગણદેવી સોશિયલ ગ્રૂપે દાતાઓ દ્વારા રૂ. ૧૦.૪૫ લાખના ખર્ચે ૧ હજારથી વધુ પૂરપીડિત પરિવારોને જીવન જરૂરી કરિયાણાની કિટનું વિતરણ કર્યું, જેનાથી તેમને મોટી રાહત મળી. પૂરના કારણે અનેક ઘરો, રસ્તાઓ અને જાહેર મિલકતો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું હતું. બેઘર બનેલા લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે, મુંબઈના નરગેશ ખુરશેદજી દાદી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ પહેલ કરવામાં આવી. કસ્બાવાડી, સુંદરવાડી, કાત્રક વીલા, હરિજનવાસ, અજરાઈ, પાનમોરા, ટેકરી ફળિયા, ધમડાછા અને તોરણગામ જેવા વિસ્તારોમાં લાભાર્થીઓને આ કિટ પહોંચાડવામાં આવી.