માંડવીના મોરીઠામાં વરહે નદી પરનો કોઝવે ધોવાયો
માંડવીના મોરીઠામાં વરહે નદી પરનો કોઝવે ધોવાયો
Published on: 20th August, 2026

સુરત જિલ્લાના માંડવી તાલુકાના મોરીઠા ગામમાં વરહે નદી પરનો કોઝવે ધોવાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કોઝવે તૂટી જવાના કારણે વાહનવ્યવહાર અને લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ગામના સરપંચે સંબંધિત વિભાગને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે. ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચી શકતા નથી, જેનાથી ખેતીકામ અટકી પડ્યું છે. વિદ્યાર્થીઓ અને બીમાર લોકોને પણ તાલુકા મથકે પહોંચવામાં અગવડતા થઈ રહી છે.