માંડવીના ગોડસંબામાં કુમાર શાળાની નવી દીવાલ વરસાદમાં તૂટી
માંડવીના ગોડસંબામાં કુમાર શાળાની નવી દીવાલ વરસાદમાં તૂટી
Published on: 03rd August, 2026

માંડવીના ગોડસંબા ગામમાં કુમાર શાળાની નવી બનેલી દીવાલ વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે ધરાશાયી થઈ ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આમલી ડેમ ઓવરફ્લો થતાં અને ગોડધા ડેમમાં પાણી છોડવામાં આવતાં વરેહ નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવું પડ્યું હતું, જેના કારણે ગોડસંબામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરકારી મિલકતને મોટું નુકસાન થયું છે. સ્થાનિકોએ બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવાના અને લાખો રૂપિયાની ગેરરીતિના આક્ષેપો સાથે તટસ્થ તપાસની માંગ કરી છે.