સુરેન્દ્રનગર કલેકટર VC દ્વારા અરજદારોના પ્રશ્નો સીધા સાંભળશે
સુરેન્દ્રનગર કલેકટર VC દ્વારા અરજદારોના પ્રશ્નો સીધા સાંભળશે
Published on: 14th June, 2026

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર જી.એચ.સોલંકીએ 'પ્રો એકટીવ ગર્વનન્સ' હેઠળ એક લોકઉપયોગી પહેલ શરૂ કરી છે. હવે દર સોમવાર અને ગુરૂવારે સવારે 11 થી બપોર 1 વાગ્યા દરમિયાન, તેઓ વીડીયો કોન્ફરન્સ (VC) મારફતે તાલુકા કક્ષાના અરજદારોના પ્રશ્નો સાંભળશે. અરજદારોએ ફક્ત પોતાના તાલુકાની મામલતદાર કચેરીમાં હાજર રહેવાનું રહેશે. આનાથી તેમનો સમય, નાણાં અને ઇંધણની બચત થશે તથા જિલ્લાકક્ષાએ ધક્કા ખાવા પડશે નહીં. આ VCમાં મામલતદાર અને પ્રાંત અધિકારી પણ હાજર રહેશે.