મમતા બેનરજીએ ભવાનીપુરની હાર કોલકાતા હાઈકોર્ટમાં પડકારી, નંદીગ્રામ બાદ નવો મોરચો
મમતા બેનરજીએ ભવાનીપુરની હાર કોલકાતા હાઈકોર્ટમાં પડકારી, નંદીગ્રામ બાદ નવો મોરચો
Published on: 16th June, 2026

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભવાનીપુર વિધાનસભાની પોતાની હારને કોલકાતા હાઈકોર્ટમાં પડકારી છે. 16 જૂને તેઓ અચાનક કોર્ટમાં પહોંચ્યા હતા અને પરિણામો સામે અરજી કરી હતી, જેમાં સાંસદ ડેરેક ઓ'બ્રાયન, ડોલા સેન અને કલ્યાણ બેનરજી પણ હાજર હતા. ભવાનીપુર બેઠક પર શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજીને 15,104 મતોથી હરાવ્યા હતા. 2021માં નંદીગ્રામમાં પણ મમતા બેનરજીએ પોતાની હારને પડકારી હતી, જે કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે.