શુભમન ગિલની બહેન શહેનીલ ‘ધ ​​ટ્રેટર્સ 2’માં: એક નવો OTT ડેબ્યૂ
શુભમન ગિલની બહેન શહેનીલ ‘ધ ​​ટ્રેટર્સ 2’માં: એક નવો OTT ડેબ્યૂ
Published on: 31st July, 2026

રિયાલિટી શો "ધ ટ્રેટર્સ 2"ની નવી સીઝનમાં 21 સ્પર્ધકો વચ્ચે શુભમન ગિલની બહેન શહેનીલ ગિલ જોવા મળશે. તાજેતરમાં દીપક ચહર અને શ્રેયસ અય્યરની બહેનો પણ OTT પ્લેટફોર્મ્સ પર જોવા મળ્યા બાદ, હવે શહેનીલનું ડેબ્યૂ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શહેનીલ ફેશન અને ભાઈ સાથેના બોન્ડ માટે જાણીતી છે. તેણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમાં કર્યું છે અને ફૂડ ડિલીવરી કંપનીમાં પણ કામ કર્યું છે. તેનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે.