નોઈડા બિલ્ડિંગ આગ: વાહન ચાર્જિંગમાં વિસ્ફોટ
નોઈડા બિલ્ડિંગ આગ: વાહન ચાર્જિંગમાં વિસ્ફોટ
Published on: 15th July, 2026

ઉત્તર પ્રદેશના નોઈડામાં વાહન ચાર્જિંગ વખતે વિસ્ફોટ થતાં પાંચ માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી. આ કરુણ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ફાયર જવાનોએ સીડીનો સહારો લઈને અનેક લોકોના જીવ બચાવ્યા. ઈલેક્ટ્રીક સ્કૂટી ચાર્જિંગમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી. ઘટનાના અનેક વીડિયો વાયરલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિતોને મદદ કરવા આદેશ આપ્યા છે.