મમતા બેનરજીને વધુ એક ઝટકો, મદન મિત્રા પણ બળવાખોર જૂથમાં જોડાયા
મમતા બેનરજીને વધુ એક ઝટકો, મદન મિત્રા પણ બળવાખોર જૂથમાં જોડાયા
Published on: 15th July, 2026

પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મદન મિત્રા, વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનરજીના આગેવાની હેઠળના બળવાખોર જૂથમાં સામેલ થઈ ગયા છે. આ ઘટના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી માટે મોટો ઝટકો ગણાઈ રહી છે, કારણ કે મદન મિત્રા તેમના જૂના અને વિશ્વાસુ સાથીદાર રહ્યા છે. તેમના આ નિર્ણયથી TMCના આંતરિક રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે. મદન મિત્રા ઘણા સમયથી તપાસ એજન્સીઓના રડાર પર હતા, અને તાજેતરમાં જ ED દ્વારા તેમના પરિવારને સમન મોકલવામાં આવ્યા હતા.