ઉત્તર પ્રદેશના કૌશાંબી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ
ઉત્તર પ્રદેશના કૌશાંબી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ
Published on: 31st August, 2026

ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રયાગરાજની SRN હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. હાલમાં પોલીસ, ફાયર વિભાગ અને અન્ય તપાસ એજન્સીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાની તેમજ તપાસની કામગીરી ચાલી રહી છે.