અમદાવાદ નિકોલ GIDC ફેક્ટરીમાંથી 20 લાખ રોકડ સાથે આખી તિજોરી ચોરી
અમદાવાદ નિકોલ GIDC ફેક્ટરીમાંથી 20 લાખ રોકડ સાથે આખી તિજોરી ચોરી
Published on: 31st August, 2026

અમદાવાદના નિકોલ GIDC સ્થિત તુલસી ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં ચોરીની ઘટના બની છે. રાત્રિ દરમિયાન તસ્કરોએ ફેક્ટરીનું શટર ઊંચું કરીને અંદર પ્રવેશ કર્યો અને ઓફિસમાંથી 11 લાખ રૂપિયા ભરેલી એક તિજોરી તથા 9 લાખ રૂપિયા ભરેલું બીજું લોકર, એમ કુલ 20 લાખ રૂપિયા રોકડ સાથે બંને તિજોરીઓ ઉપાડી ગયા. આ સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. નિકોલ પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.