હાર્દિક પંડ્યાએ મુંબઈ છોડ્યું..ક્રિકેટ કરિયર માટે લીધો સૌથી મોટો નિર્ણય!
હાર્દિક પંડ્યાએ મુંબઈ છોડ્યું..ક્રિકેટ કરિયર માટે લીધો સૌથી મોટો નિર્ણય!
Published on: 30th June, 2026

હાર્દિક પંડ્યા મૂળ વડોદરાના રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં રહેતા હતા. ત્યાં તેઓ મુખ્યત્વે મુંબઈ ઈન્ડિયન્સના હાઈ-પર્ફોર્મન્સ સેન્ટરમાં પ્રેક્ટિસ કરતા હતા. પરંતુ BCCIના એક સૂત્રના જણાવ્યા અનુસાર, લોઅર પરેલ સ્થિત ઘરથી રોજ ટ્રેનિંગ માટે લાંબી મુસાફરી કરવી તેમના માટે મુશ્કેલી બની રહી હતી. બીજી તરફ બેંગલુરુ સ્થિત COEમાં તેમને વિશ્વસ્તરીય મેડિકલ, રિકવરી, ફિટનેસ અને સ્કિલ ટ્રેનિંગની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે, તેમણે બેંગલુરુના બહારના વિસ્તારમાં COEની નજીક એક ઘર ભાડે લીધું છે, અને તેને પોતાનો કાયમી ટ્રેનિંગ બેઝ બનાવી લીધો છે.