૨૦૨૯ થી અમરનાથ માટે કેબલ કાર સેવા શરૂ થશે, યાત્રા સમય ઘટશે
૨૦૨૯ થી અમરનાથ માટે કેબલ કાર સેવા શરૂ થશે, યાત્રા સમય ઘટશે
Published on: 30th June, 2026

૨૦૨૯ થી અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ બાલટાલ રૂટ પર કેબલ કારથી મુસાફરી કરી શકશે. આ રોપવે પ્રોજેક્ટ 11.6 કિમી લાંબો હશે, જેના નિર્માણનું કામ એપ્રિલ 2027 થી શરૂ થશે. પરિયોજના પૂર્ણ થયા બાદ 5-8 કલાકની મુસાફરી ફક્ત 25-30 મિનિટમાં થઈ જશે. નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML) દ્વારા તૈયાર કરાયેલો આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની 'પર્વતમાલા' યોજના હેઠળ ₹1,200 કરોડના બજેટ સાથે અમલમાં મુકાશે.