દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં મુશળધાર વરસાદ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં મુશળધાર વરસાદ
Published on: 03rd August, 2026

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગે જનજીવનને પ્રભાવિત કર્યું છે. ઘણા ડેમ છલકાયા છે અને પાણીના પ્રવાહે ભારે નુકસાની સર્જી છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ રાહતની સાથે મુશ્કેલી પણ લઈને આવ્યો છે. અનેક વિસ્તારોમાં સતત વરસાદથી નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે, અનેક ડેમ ઓવરફ્લો થતાં મનોહર દ્રશ્યો સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મુશ્કેલીઓ વધી છે.