બનાસકાંઠામાં ભારે વરસાદ: ડીસાના ખેતરો જળમગ્ન
બનાસકાંઠામાં ભારે વરસાદ: ડીસાના ખેતરો જળમગ્ન
Published on: 03rd August, 2026

બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અનેક ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. યાવરપુરા, વરણ, શેરપુડા જેવા ગામોમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. મગફળી, બાજરી, જુવાર જેવા ઊભા પાક પાણીમાં સડી જવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. મોંઘા બિયારણ અને વ્યાજે પૈસા લઈને વાવેતર કરનાર ખેડૂતો હવે સરકાર પાસે સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.