કર્ણાટકમાં નેતૃત્વ પરીવર્તન, CM આજે રાજીનામું આપી શકે છે.
કર્ણાટકમાં નેતૃત્વ પરીવર્તન, CM આજે રાજીનામું આપી શકે છે.
Published on: 28th May, 2026

કર્ણાટક રાજકીય નાટકનો અંત આવી રહ્યો છે. આજે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજીનામું આપી શકે છે. એમણે સવારે ૧૦.૩૦ વાગ્યે રાજ્યપાલની મુલાકાત માટે સમય માંગ્યો છે. રાજભવન જતા પહેલા તેઓ ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર સાથે નાસ્તો કરશે. દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડને મળ્યા પછી એમનું મો પડી ગયું હતું.