ગાંધીનગરમાં 36 સેક્શન ઓફિસરની બદલી, 81 DySO અને 9 મામલતદારને પ્રમોશન
ગાંધીનગરમાં 36 સેક્શન ઓફિસરની બદલી, 81 DySO અને 9 મામલતદારને પ્રમોશન
Published on: 28th May, 2026

રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે મોટા પાયે બદલી અને બઢતીના આદેશ જાહેર કરાયા છે. મહેસૂલ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર યાદી બહાર પાડી છે, જેના પરિણામે સચિવાલય અને મહેસૂલના વિવિધ વિભાગોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. 9 મામલતદારોને પ્રમોશન આપી નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત, 36 સેક્શન અધિકારીઓની આંતરિક બદલી અને 81 નાયબ સેક્શન અધિકારીઓને (DySO) સેક્શન અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.