1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આધાર કાર્ડની આ સુવિધા!
1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આધાર કાર્ડની આ સુવિધા!
Published on: 23rd June, 2026

UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ આધાર ધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 1 જુલાઈ 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી, આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા તદ્દન મફત આપવામાં આવશે. સામાન્ય રીતે આ સેવા માટે 75 રૂપિયા ફી વસૂલવામાં આવે છે. આ મફત સુવિધાનો લાભ ફક્ત 'આધાર મોબાઈલ એપ' દ્વારા જ લઈ શકાશે. ઈમેલ અપડેટ કરવાથી આધાર સંબંધિત સૂચનાઓ મેળવવામાં અને સુરક્ષા વધારવામાં મદદ મળે છે.