વડોદરા જિલ્લામાં માનવભક્ષી દીપડાનો ભય
વડોદરા જિલ્લામાં માનવભક્ષી દીપડાનો ભય
Published on: 04th October, 2026

વડોદરા જિલ્લામાં દીપડાએ માણસો પર હુમલા કર્યા બાદ ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે. વાઘોડિયા તાલુકાના ફ્લોડ ગામમાં અઢી મહિના પહેલાં થયેલા હુમલા બાદ હવે ડભોઇ તાલુકાના કનાઇડા ગામડીની સીમમાં દીપડાએ એક ખેતમજૂર પર હુમલો કર્યો છે. ૫૫ વર્ષીય પ્રહલાદભાઇ વસાવાને ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વન વિભાગની ટીમો દીપડાને પકડવા માટે પ્રયાસો કરી રહી છે અને પાંજરા ગોઠવવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.