પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ
પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ
Published on: 10th May, 2026

કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ મની લોન્ડરિંગના કેસમાં પંજાબના મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરતા રાજકારણ ગરમાયું છે. ચંડીગઢમાં મંત્રીના ઘરે ઇડીની ટીમ ત્રાટકી હતી અને દરોડા પાડયા હતા. જે બાદ ૬૨ વર્ષના સંજીવ અરોડાની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીના અધિકારીઓનો દાવો છે કે અરોડા તપાસમાં સહયોગ ના કરતા હોવાથી ધરપકડ કરાઇ છે. હવે તેમને દિલ્હી લઇ જવામાં આવશે. ઇડીએ ઓપરેશનના ભાગરૂપે ઉત્તર ભારતમાં પાંચ સ્થળોએ દરોડા પાડયા હતા, જેમાં બે સ્થળો દિલ્હીના જ્યારે ગુરુગ્રામની હેમ્પટન સ્કાય અને રીયાલિટી લિ.નો પણ સમાવેશ થાય છે.