12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો.
12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો.
Published on: 10th May, 2026

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું અને નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની સરકાર રચાઇ હતી, ત્યારથી લઇને અત્યાર સુધીમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત પોતાની સરકાર બનાવી છે. જેમાં તાજેતરમાં જ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસને હરાવીને પ્રાપ્ત કરેલી સત્તાનો પણ સમાવેશ થાય છે. જ્યાં ક્યારેય ભાજપે સરકાર નહોતી બનાવી ત્યાં સત્તાની શરૂઆત હરિયાણા અને મહારાષ્ટ્રથી થઇ હતી.