દિલ્હીની શૉકિંગ ઘટના: કારમાં આગળ બેસવા મામલે ઝઘડો થતાં દીકરાએ વૃદ્ધ પિતાને ગોળી મારી દીધી
દિલ્હીની શૉકિંગ ઘટના: કારમાં આગળ બેસવા મામલે ઝઘડો થતાં દીકરાએ વૃદ્ધ પિતાને ગોળી મારી દીધી
Published on: 28th June, 2025

દિલ્હીના તિમારપુર વિસ્તારમાં એક ૨૬ વર્ષીય યુવકે કારમાં આગળની સીટ પર બેસવા બાબતે થયેલા ઝઘડામાં તેના વૃદ્ધ પિતાની ગોળી મારી હત્યા કરી. મૃતક CISF ના નિવૃત્ત સબ-ઇન્સ્પેક્ટર હતા. પરિવારે ઉત્તરાખંડમાં તેમના પૈતૃક ગામ જવા માટે કાર ભાડે લીધી હતી. પોલીસે આરોપીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે. આ ઘટના Delhi Crime નો એક ચોંકાવનારો કિસ્સો છે.