અંગીઠીમાં કેરોસિન નાખતા દંપતી દાઝ્યું
અંગીઠીમાં કેરોસિન નાખતા દંપતી દાઝ્યું
Published on: 19th September, 2026

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના સિટોંગમાં બાર્બેક્યૂમાં કુકિંગ ઓઇલને બદલે કેરોસિન નાખવાથી આગ લાગી, જેમાં નવવિવાહિતા 60% દાઝી ગઈ. બચાવવા જતાં પતિ પણ દાઝ્યો. સિલિગુડીની હોસ્પિટલમાં દાખલ મહિલાની હાલત ગંભીર. પરિવારે કુર્સિયાંગ પોલીસ સ્ટેશનમાં હોમસ્ટે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજમાં બાર્બેક્યૂમાં કંઈક નાખ્યા બાદ આગ ફેલાતી અને પતિ પત્નીને બચાવતા દેખાય છે. દંપતી બે મહિના પહેલાં જ પરણ્યા હતા અને હનીમૂન માટે સિટોંગ ગયા હતા. પરિવારે હોમસ્ટેમાં સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવ્યા છે.