યુદ્ધમાં તણાવ વધતાં ક્રૂડમાં તેજીઃ સોનામાં રૂ. ૨૦૦૦ તથા ચાંદીમાં રૂ. ૪૦૦૦ તૂટયા
યુદ્ધમાં તણાવ વધતાં ક્રૂડમાં તેજીઃ સોનામાં રૂ. ૨૦૦૦ તથા ચાંદીમાં રૂ. ૪૦૦૦ તૂટયા
Published on: 29th May, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળી રૂ.૯૬ની સપાટી કુદાવી ગયા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધી બે સપ્તાહની ટોચે પહોંચતાં વૈશ્વિક સોનાના ભાવ આજે ગબડી ઔંસના ૪૪૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા.